HALOLPANCHMAHAL

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને 1 વર્ષની સજા તથા રૂા.1,95,100/- પુરાનો દંડ ભરપાઈ કરવાનો હાલોલ કોર્ટનો હુકમ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૫.૨૦૨૬

ચેક પરત ફરવાના કેસમાં આરોપી મહેશભાઈ લાલજીભાઈ રબારીને ૧ વર્ષની સજા તથા રૂા. ૧,૯૫,૧૦૦/- પુરાનો દંડ ભરપાઈ કરવાનો હાલોલ કોર્ટનો હુકમ કરવામાં આવ્યો છે.દંડની રકમ જમા ન કરે વધુ ૨ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તથા દંડની રકમ જમા કરાવેથી તેમાંથી ફરીયાદીને રૂા. ૧,૮૫,૧૦૦/- પુરા વળતર પેટે અપીલ સમય બાદ ચકવી આપવાનો હુકમ કરેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલના ધોબી ફળીયા ખાતે રહેતા મહેશભાઈ લાલજીભાઈ રબારી નાએ શ્રી જનતા સહકારી બેંક લી. હાલોલમાંથી લોન મેળવેલ હતી સદરહુ લોનના હપ્તા નિયમીત રીતે નહીં ભરતા બેંક તરફથી લોનની બાકી રકમ બાબતે માંગણી કરતા તેઓએ ચેક આપેલ હતો સદરહુ ચેક પરત ફરતા મહેશભાઈ લાલજીભાઈ રબારી સામે બેન્કના વકીલ એમ.એસ.ઠકકર મારફતે હાલોલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ સદરહુ ફરીયાદના કામે મહેશભાઈ લાલજીભાઈ રબારી નાઓ હાજર રહેલ અને અમો ફરીયાદી બેંકની ફરીયાદના કામે મહેરબાન હાલોલના એડીશનલ ચીફ જયુડી.મેજી.જેનીફર કાંતીલાલ ક્રિશ્ચિયન સાહેબશ્રી નાએ આરોપી મહેશભાઈ લાલજીભાઈ રબારી ને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુન્હામાં તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સજા તથા ૧,૯૫,૧૦૦/- દંડની રકમ જમા કરાવવા અને દંડની રકમ જમા ના કરાવે તો વધુ ૨ માસની સજા કરેલ છે સદરહુ દંડની રકમમાંથી ફરીયાદી બેંકને રૂા. ૧,૮૫,૧૦૦/- પુરાનુ વળતર ચુકવવાનો આદેશ કરેલ છે. સદરહુ સજા બાબતનો હુકમ કોર્ટમાં સંભળાવતા બેંકમાંથી ધિરાણ મેળવી નાણાં પરત ભરપાઈ નહી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!