HALOLPANCHMAHAL

હાલોલ રૂરલ પોલીસે પ્રોહીબિશનના ગુનાનો છેલ્લા સાતેક મહિનાથી ફરાર આરોપીને જાંબુઘોડાથી ઝડપી પડાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૪.૨૦૨૬

પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી રુદ્ર ઉર્ફે રાજ હિતેશભાઈ જયસ્વાલ રહે.જાંબુઘોડા કુંભાર ફળિયા ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

Back to top button
error: Content is protected !!