
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટોમાં તા. ૧૨/૦૭/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ : ૫૬૬૨ કેસોનો હકારાત્મક નિકાલ*
નામદાર નાલસા તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર ગુજરાત રાજ્યની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લીના ચેરમેન એ.એન. અંજારીયાનાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૨/૦૭/૨૦૨૫ના રોજ અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયેલ જેમાં,પ્રિ-લિટીગેશનના ૨૨૫૦૩ કેસો મુકેલ હતા અને તેમાંથી ૩૧૧૨ કેસો સેટલ થયા.લોક અદાલત માં ૫૧૭ કેસો મુકેલ હતા તેમાંથી ૨૮૮ કેસો સેટલ થયા.સ્પેશ્યલ સિટિંગના કુલ ૨૩૫૯ કેસો મુકેલ જેમાંથી ૨૨૬૨ કેસો સેટલ થયા.આમ, લોક અદાલતમાં કુલ ૫૬૬૨ કેસોનો સુખદ નિકાલ થયો.




