હાલોલ:કલરવ શાળામાં જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે ખૂબ જ ધામધૂમથી ઉજવાયેલ મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૮.૨૦૨૪
કલરવ શાળામાં કે.જી વિભાગના નાના ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે ખૂબ જ ધામધૂમ પૂર્વક મટકી ફોડ ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કૃષ્ણ જન્મ બતાવતો કાનુડાનો સનેડો અને કૃષ્ણની અન્ય બાળલીલાઓ જેવી કે માખણચોરી, મટકી ફોડ, ગોકુળમાં કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવતા ગોપ – ગોવાળો ના ગીતો અને બાકી બિહારી, ગોવિંદા આલા રે,બાકા કનૈયા ન્યારા કનૈયા જેવા જન્માષ્ટમી ના ગીતો ઉપર કે.જી ના બધા શિક્ષકો તેમજ નાના ભૂલકાઓએ આનંદમય બનીને નૃત્ય કર્યું હતું તેમજ બધા શિક્ષક અને ભૂલકાંઓ આનંદવિભોર બન્યા હતા.આ ભક્તિમય વાતાવરણમાં નંદ ઘેર આનંદ ભયો ના નાદ સાથે કલરવ શાળા નું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. આ રીતે કલરવ શાળામાં બધા જ ભારતીય સંસ્કૃતિના વિવિધ તહેવારોની ઉજવણી કરી બાળકોમાં સર્વ ધર્મ સમાન તેમજ સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આમ આ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ નો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં શાળાના ટ્રસ્ટી હાર્દીક જોષીપૂરા તેમજ શિક્ષકો પણ આ ઉજવણી માં જોડાયા હતા.





