હાલોલ:1,20,000/- ના ચેક રીટર્ન કેસમાં આરોપીને હાલોલ કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારાઈ

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૧૪.૫.૨૦૨૬
હાલોલના સદામ હુસૈન મુર્તુજા કાલોલીયા દ્વારા લુહાર ફેસલ ફિરોજભાઈ સામે કરેલ ફરિયાદ ની વિગતો જોતા આરોપી અને ફરિયાદી મિત્રતાના નાતે હાથ ઉછીના પેટે લીધેલ નાણા ફરિયાદીએ આ કામના આરોપી ને તા.૦૪/૦૨/૨૦૨૪ ના રોજ રૂ ૧,૨૦,૦૦૦/ આપેલ. અને ત્રણ માસમાં પરત આપી દેવાનો આરોપીએ વાયદો કર્યો હતો.જેથી ફરિયાદીએ આરોપીને રૂ ૧,૨૦,૦૦૦/ ઉછીના આપેલા અને આરોપીએ ૦૩/૦૬/૨૪ ના રોજ બેન્ક ઓફ ઇન્ડિયા, હાલોલ બ્રાન્ચનો ચેક લખી આપી તે દિવસે કે તે બાદ બેંકમાં રજુ કરવાથી નાણા મળી જશે તેવો પાકો વિશ્વાસ આપેલ. ફરિયાદીએ તા ૦૫/૦૬/૨૪ ના રોજ પોતાની બેંક કોટક મહિન્દ્રા મા પોતાના ખાતામાં જમા કરાવતા અપુરતા ભંડોળ ને કારણે આરોપીએ આપેલ ચેક રિટર્ન થયો હતો નાણા ચૂકવ્યા નથી જે આધારે ફરિયાદીએ પોતાના એડવોકેટ સલમાન એમ. મકરાણી તથા આઈ.એ.શેખ મારફતે હાલોલના એડી. જ્યુ. મેજિસ્ટ્રેટ (ફ.ક)ની કોર્ટમાં એન આઈ એક્ટ ૧૩૮ હેઠળ ક્રિ.કે. નમ્બર ૧૭૨૯/૨૦૨૪ થી ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.જે ફરિયાદ ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલ સલમાન એમ.મકરાણીનાઓ ની ધારદાર દલીલ તથા દલીલ માં રજુઆત કરેલ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ હાલોલના મહે.એડી.ચીફ.જ્યું.મેજી. સાહેબ શ્રી જે.કે.કરિશ્ચયન સાહેબનાઓએ પુરાવાઓનું યોગ્ય અને સચોટ મૂલ્યાંકન કરી આરોપી ફેસલ ફિરોજભાઈ લુહારને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ. ૧,૪૯,૮૦૦/- દંડનો હુકમ કરવામાં આવે છે. તથા ફરિયાદીને વળતર પેટે રૂ. ૧,૩૯,૮૦૦/- અપીલ સમય બાદ ચુકવી આપવાનો આદેશ આપવામાં આવેલ છે.







