ભારતીય સૈન્યના સન્માનમાં ભાગ્યોદય-ચામુંડા સોસાયટી ખાતે ઓપરેશન સિંદુર થીમ પર ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.
તારીખ ૨૯/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આદ્યશક્તિ ની વંદના આરાધના અને પૂજા માટેનું પર્વ નવરાત્રિ હાલ પૂરજોશમાં ચાલી રહી છે અને ગુજરાત માં આ તહેવાર નું ખુબ જ મહત્વ છે. નવરાત્રી એ શ્રદ્ધા, આરાધના ની સાથે મનોરંજન નો પણ તહેવાર છે એટલે આપણી બહેનો, માતાઓ, દીકરીઓને ગરબા રમવાનો ખુબ જ શોખ હોય તે સ્વાભાવિક છે.આવા સમયે અમુક હૃદય હચમચાવી મુકે તેવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણને આપણાં બાળકો ની ચિંતા થાય તે સ્વાભાવિક છે તેથી આપણે શેરી ગરબા ને હંમેશા પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપવું જ જોઈએ.દર ત્રણ કે ચાર સોસાયટી દીઠ એક સામૂહિક નવરાત્રી નું આયોજન કરવું જ જોઈએ એટલે આપણી નજર સમક્ષ આપણાં જ લોકો ની વચ્ચે તહેવાર ઉજવાય અને શ્રદ્ધા-અંધશ્રદ્ધા ની વાત બાજુ પર મૂકીએ તો નવરાત્રી એક મનોરંજન નો તહેવાર છે જ અને વર્ષ માં એક જ વાર આવે છે એટલે આપણે આપણાં બાળકો ને મનાઈ કરતા મન કચવાય જ ત્યારે આવા શેરી ગરબા આપણી દરેક ચિંતા નું નિરાકરણ છે.તેમજ શેરી ગરબા થી સંપ અને સંગઠન મજબૂત બને છે તેમાં કોઈ શંકા સ્થાન નથી જે ભાગ્યોદય અને ચામુંડા સોસાયટી કાલોલ પંચમહાલ ના રહીશો માઁ ખોડીયાર અને ચામુંડા મંદિર ના આંગણે સતત ૨૯ મુ વર્ષ ગરબા મહોત્સવ ઉજવી રહ્યા છીએ.આ ગરબા એટલે તમામ રહીશો ના સહયોગ, સંપ અને એકતા નું પ્રતીક તરીકે ઓળખાતા કાલોલ ભાગ્યોદય સોસાયટી સ્થિત શ્રધ્ધા નું કેન્દ્ર માઁ ખોડલ-ચામુંડા મંદિરના આંગણામાં સતત 29 વર્ષથી જ્યાંના સ્થાનિકો દ્વારા શહેરી ગરબા મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ગતરોજ તારીખ 28/09/2025 ના રોજ રાત્રે 11 વાગ્યે ખેલૈયાઓ ઓપરેશન સિંદૂર થીમ પર ગરબાની રમઝટ બોલાવી હતી અને ગરબા માં ભાગ લેનાર બોહળી સંખ્યામાં માતાઓ,બહેનો, બાળકીઓ તથા ભાઈઓ સૌ સિંદૂર કલર નો પહેરવેશ પહેરીને ભારતીય સૈન્ય ના માન માં ગરબા ની રમઝટ જોવા ઉપસ્થિત લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.