KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સુથાર ફળીયામા પાણી કાઢવાની નજીવી બાબતે પાડોશીએ મારી નાખવાની ધમકીઓ આપતા સામસામી બે ફરીયાદ નોંધાઈ

 

તારીખ ૦૬/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરનાં સુથાર ફળિયામાં રહેતા સોનલબેન રમણદાસ મહેતા દ્વારા તેઓની પડોશમાં રહેતા જીતુભાઈ ગાંધી અને તેમના પત્ની હેતલબેન ગાંધી વિરૂદ્ધ નોંધાવેલ ફરિયાદ ની વિગતો જોતા તેમના પડોશી અવારનવાર પાણી છાંટતા હોઈ આ પાણી તેમના ઘર તરફ આવતુ હોવાથી પાણી છાંટવાના ફોટા રમણદાસે પાડતા જીતુભાઈ ફરિયાદીના ઘરે આવી ગાળો બોલી તારો ઘરવાળો શેના મારા ફોટા પાડે છે બહાર કાઢ એને ગટરમાં દાબી દઈ જાનથી મારી નાંખવાનો છે તમે અહીંયાથી જતા રહો નહીતો જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યારબાદ ફરીથી જીતુભાઈ પોતાની રીક્ષા ધોઈ તેનુ પાણી ફરિયાદીના ઘર તરફ કાઢતો હતો ત્યારે તેની પત્ની હેતલબેન ને કહેવા જતા ઘરવાળા નો પક્ષ લઈને ગાળો બોલતા હતા જે અંગેની ફરિયાદ ગુરુવારે નોંધાઈ છે બીજી તરફ શુક્રવારે હેતલબેન ગાંધી દ્વારા સોનલબેન રમણદાસ મહેતા અને રમણદાસ મણીલાલ મહેતા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ જોતા તેઓના પતી રીક્ષા ધોતા હોય ત્યારે પાડોશી નુ ઘર નીચાણવાળા ભાગે હોય પાણી તેમની બાજુ જાય છે જેથી તેઓએ આડાસ ઉભી કરેલ છે.તેમ છતા પણ રમણદાસ તેઓના પતી જીતેન્દ્ર સાથે અવારનવાર ઝગડા તકરાર કરે છે.સોનલબેન અને તેમના પતિ ગંદી ગાળો બોલી અહીંયાથી ખાલી કરી જતા રહો નહીતો ટાંટિયા તોડી નાખીશ જાન થી મારી નાખીશ તેવી ધમકી આપે છે જેની વિગતે ફરિયાદ નોંધાવી છે આમ એકજ બનાવ આધારિત બે સામસામી ફરિયાદો નોંધાઈ છે કાલોલ પોલીસે બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!