કાલોલના વેજલપુર માં બાઈક ચોરો નો પોલીસ ને ખુલ્લો પડકાર ઘર આંગણે મુકેલી બે બાઈક ની ચોરી સીસીટીવી કેમેરામા કેદ.

તારીખ ૧૯/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર માં બાઈક ચોરો પોલીસ ને ખુલ્લો પડકાર ફેંકી રહયા છે ઘર આંગણે મુકેલી બે બાઈક સી સી ટીવી કેમેરા નીચેથી ચોરી થતા બાઈક મલિક દ્વારા સી સી ટીવી ફૂટેજ સોશિયલ મીડિયા માં વાયરલ કરતા પોલીસ પેટ્રોલીંગ ઉપર સવાલ ઊભા થયા છે.સોશિયલ મીડિયા માં વાયરલ થયેલ વીડિયો માં તારીખ ૧૬/૫/૨૦૨૬ ના રોજ રાત્રીના. ૩:૪૫ ના સમયે અજાણ્યા ચોર તસ્કરોએ ખુલ્લેઆમ મોઢા ખુલ્લા રાખી ઘર આંગણે લોક કરી પાર્ક કરેલ એક્ટિવા અને બાઈક ની ચોરી કરતા સી સી ટીવી માં કેદ થયા હતા જેને લઈને બાઈક ચાલક દ્વારા સી સી ટીવી ફૂટેજ સોશિયલ મીડિયા માં વાયરલ કર્યા અને બાઇકો ચોરી થયા હોવાનો ઓડિયો પણ વાયરલ કર્યો હતો બાઈક ચોર ટોળકી બિનદાસ બાઈકો ની ચોરી કરી પોલીસ ને પડકાર ફેંકી રહયા છે જેના કારણે પોલીસ નાઈટ પેટ્રોલીંગ ઉપર ઉઠી રહયા છે જેથી વેજલપુર પોલીસ સી સી ટીવી ફૂટેજ ના આધારે ચોર ટોળકી ને પકડી ચોરી નો ભેદ ઉકેલે અને ચોર ને જેલના સળિયા પાછળ ધકેલી કાયદા નું ભાન કરાવે જેથી આવા ગુના અટકી શકે તે જરૂરી બન્યું છે.








