કાલોલ માં ચોમાસા ની સીઝન માં રોગચાળાએ માથું ઊંચક્યું.નગરમા નાના બાળકોમાં કમળાના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક બની.

તારીખ ૧૭/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં ચોમાસા ની સીઝનમાં રોગચાળાએ માથું ઊંચક્યતા ખાનગી તેમજ સરકારી દવાખાનાઓમાં દર્દીઓમાં વધારો થયો છે. છેલ્લા બેથી ત્રણ દિવસમાં વોર્ડ નંબર 6 માં સાતથી આઠ જેટલા નાના બાળકોમાં કમળાના કેસોમાં વધારો નોંધાતા જીલ્લા આરોગ્ય વિભાગ અને કાલોલ અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય વિભાગ સતર્ક બની તેઓએ અલગ-અલગ ટીમો બનાવીને આજરોજ વોર્ડ નંબર 6 ના વિસ્તારોના ઘરોમાં તપાસ કરી સાથે નગરપાલિકાના પાણીના સંગ્રહ માટે બનાવેલા સંપ ખાતે પાણીના સેમ્પલ લેવાયા બાદ દરેક વોર્ડ માટે રેપિડ એક્શન ટીમ બનાવાઇ છે તો દર્દીઓને તાત્કાલીક સારવાર મળે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મીનેશ દોશી સાથે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પતિ વધી જાય છે જ્યારે ગટરના પાણી અને પીવાના પાણીનું મિશ્રણ લઇ સહિત વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી વીસ મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ તેમ તેઓએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે કાલોલ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.








