મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાંનો કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ના હસ્તે શુભારંભ
તારીખ ૧૧/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ તારીખ ૧૧/૧૨/૨૦૨૪ ને બુધવારે કાલોલ શહેર સ્થિત કુમાર શાળા ખાતે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નો શુભારંભ કાલોલ તાલુકાના એઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશ ઠાકર એસ.એમ.સી અને સ્ટાફ વતી તેમ જ ક્લસ્ટરના આચાર્ય અને શિક્ષક દ્વારા મામલતદાર નું સ્વાગત કરવામાં આવ્યું હતું મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા આખી યોજનાની સમજ આપવામાં આવી અને ત્યારબાદ બાળકો સાથે જ તેમણે અને તમામ સ્ટાફ અને આવનાર શિક્ષક મિત્રો સહિત સર્વે અલ્પાહાર લીધો હતો.
આ યોજના અંતર્ગત દરરોજ બાળકોને અલ્પાહાર સ્વરૂપે મિક્સ કઠોળ સીંગદાણાને આધારિત અલ્પાહાર પ્રાપ્ત થશે જેથી બાળકને પ્રોટીન પૂરતો પ્રમાણમાં મળી રહે.આ યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે અંગે અને બાળકોમાં પૌષ્ટિક આહાર વિશે સમજ કેળવાય તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.