કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો.

તારીખ ૦૯/૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે. સ્ત્રીત્વને સન્માનવાનો દિવસ,બહેન દીકરીઓને એમના અસ્તિત્વનું મહત્વ શું છે તેનો અહેસાસ કરાવવાનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.વિદ્યાર્થીઓને આ હેતુને શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા વિવિધ ઉદાહરણો આપીને સમજાવવામાં આવ્યો.તેઓ દ્વારા શાળામાં વિશેષ યોગદાન આપનાર તમામ શિક્ષિકાબહેનો તેમજ વિદ્યાર્થીનીઓને બિરદાવવામાં આવ્યા.વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતા વિશે વક્તવ્યો આપવામાં આવ્યા. મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રીભૃંણહત્યા નિવારણ જેવા પ્રયાસો આદરી રહી છે.વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનર મહિલાઓ વિશે માહિતી આપી ઉત્સાહભેર કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.







