ખનન માફીયા સામે કાલોલના ધારાસભ્ય ની લાલ આંખ.અધિકારીનોને શેહ શરમ વિના કાર્યવાહી કરવા અપીલ

તારીખ ૨૪/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મેદાપુર મા આવેલ જમીનમાંથી માટી કાઢવા બાબતે કેટલાક ખેડૂતો દ્વારા પોતાના ખેતરો ની જમીન ધોવાણમાં થતી હોવાની રજૂઆત કરતા મેદાપુર ખાતે હાલમાં ખાણ ખનીજ વિભાગની મંજૂરીથી માટી કાઢવાનું કામ ચાલી રહ્યું છે ગ્રામજનોનો આક્ષેપ છે કે મેળવેલ મંજૂરીથી પણ વધુ મોટા મોટા ખાડા પાડેલ છે. આ બાબતે સોમવારના રોજ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સર્કિટ હાઉસ કાલોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કાલોલના તાલુકા વિકાસ અધિકારી તેમજ કાલોલ ના મામલતદાર ને રૂબરૂમાં બોલાવીને ગેરકાયદેસર રીતે થતું રેતી ખનન અને માટી ખનન તાત્કાલિક રીતે બંધ કરાવવા તેમજ કાલોલ તાલુકામાં ચાલતા ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠા બંધ કરાવવા જણાવ્યું હતું.આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે ટેલીફોનિક વાતચીત કરી કાલોલ તાલુકામાં ચાલતું ગેરકાયદેસર માટી અને રેતી ખનન તાત્કાલિક રીતે અટકાવવા જણાવ્યું હતુ. કાલોલ નગરમાં આવેલ સ્મશાન ભૂમિ નજીકથી મોટા પ્રમાણમાં ખાડા પાડી રેતી કાઢવાનું કામ જે કોઈ લોકો કરી રહ્યા છે તેઓની સામે કોઈ પણ જાતની શેહ શરમ રાખ્યા વગર કાયદેસર કાર્યવાહી કરવા ધારાસભ્ય એ અધિકારીઓને જણાવ્યું હતુ.





