KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક યોજીને નગર ની જનતાને અપાયું સ્વચ્છતા સંદેશ.

તારીખ ૨૯/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના દસ વર્ષ પૂર્ણ થયા હોય આ વર્ષે અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા પણ ૧૭મી સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું નુ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કાલોલ નગરપાલિકા દ્વારા શનિવાર ના રોજ નગરપાલિકા પટાંગણ મા શેરી નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને શેરી નાટક દ્વારા લોકોને સ્વછતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.





