કાલોલ પોલીસે મધવાસ નજીક બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બાઇક ચાલક નો પીછો કરતા બાઇક મૂકી ફરાર.

તારીખ ૦૩/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે એક સિલ્વર કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. GJ-17-BP-8645 ઉપર એક ઇસમ એક પ્લાસ્ટિક થેલીમાં ભારતીય બનાવટનો પર પ્રાંતીય ઈંગ્લીશ દારૂ ભરીને મધવાસ ગામે થી નાવરીયા તરફ જનાર છે તેવી મળેલ બાતમી હકિકત થી બે પંચો તથા સાથેના પોલીસ માણસોને વાકેફ કરી પંચો સાથે રાખી નાવરીયા ચોકડી પાસે બાતમી વાળી સ્પ્લેન્ડર બાઈક ની વોચમાં હતા તે દરમિયાન એક સિલ્વર કાળા કલરની સ્પ્લેન્ડર બાઇક આવતા તેના ચાલક ને તેની બાઇક ઉભી રાખવા ઈશારો કરતા ઉપરોકત બાઇક ચાલક તેની બાઇક નાવરીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર ભગાડી મુકેલ જેથી ખાનગી વાહનમાં ઉપરોકત બાઇક નો પીછો કરતા ઉપરોકત બાઇક ચાલક તેના કબ્જા ની બાઇક ઉપર ઈંગ્લીશ દારુ ભરેલ કપડાની થેલી મૂકી રોડની સાઈડમાં બાઇક મૂકી ઝાડી ઝાંખરામાં ભાગતા પોલીસ માણસોએ ઉપરોકત બાઇક ચાલક નો પીછો કરતા અંધારામાં ઝાડી ઝાંખરાનો લાભ લઈ ભાગી ગયેલ જેથી પંચો રૂબરૂ બાઇક પાસે જઈ બેટરી નાં અજવાળે ચેક કરતા બાઇક ઉપર એક કપડા ની થેલીમાં વિદેશી દારુ ભરેલ હતો જેથી પંચો રૂબરૂ થેલી ખોલી ચેક કરતા કપડાની થેલીમાં જોતા કુલ કર્વાટર નંગ- ૦૯ ની કુલ કિં.રૂ.૯૯૦/- નો ગણી શકાય, તેમજ ઉપરોકત પકડાયેલ સ્પ્લેન્ડર બાઇક જે જૂની વપરાયેલી છે અને જેની આશરે કિંમત રુ.૨૫,૦૦૦/- કુલ કિં.રૂ.૨૫,૯૯૦/-નો મુદ્દામાલ કબજે કરી ઉપરોકત નંબરના ભાગી ગયેલા બાઇક ચાલક સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.






