KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે કાનોડ નજીક થી મહુડા ના લાકડા ભરી જતો એક ટેમ્પો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી
તારીખ ૨૭/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વૃક્ષોનો વિનાશ સર્વ નો વિનાશ ઉકતી અનુસાર પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય છે.જમીનમાં પાણીના સ્તરને નિયમિત રાખવા અને વરસાદ લાવવા વૃક્ષો અનિવાર્ય છે ત્યારે કેટલાક લોકો બેરોકટોક વૃક્ષો નુ કટિંગ કરીને પર્યાવરણ નુ નિકંદન કાઢી રહ્યા છે ત્યારે.કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ભરવાડ ને બાતમી મળી હતી કે પ્રતિબંધીત મહુડા ના લાકડા કાપી ભરી જતો ટેમ્પો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થનાર છે જે આધારે પોલીસે વોચ ગોઠવી કાનોડ પાસે જીજે ૦૨ વી ૫૮૫૯ નંબર નો ટેમ્પો રોકી તપાસ કરતા પાસ પરમીટ વગરના મહુડા ના લાકડા જોવા મળ્યા હતા જેથી ટેમ્પો પોલીસ સ્ટેશન મુકાવી ફોરેસ્ટ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.






