કાલોલની શક્તિપુરા શાળા ગેરરીતિ આચરી બંધ કરનાર જવાબદારો સામે જંગ છેડનારને જાન નું જોખમ જણાતા પોલીસ મથકે રજુઆત.

તારીખ ૧૩/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
છેલ્લા કેટલાક દિવસ થી કાલોલ તાલુકાની શક્તિપુરા શાળા ને બોગસ સહીઓ અને માત્ર કાગળ પર જ મિટિંગ બોલાવી શાળાને બંધ કરવાની બાબતે શક્તિપુરા ગામના જાગૃત અને શાળા પ્રેમી નિષ્ઠાવાન ગામના નાગરિક જશુભાઈ ચંદુભાઈ પટેલ દ્વારા તાલુકા માં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માગતા મળેલ માહિતી મુજબ શાળા બંધ કરવા બાબતે એસ.એમ.સી. મિટિંગ બોલાવવા બાબતનો કોઈપણ જાતનો એજન્ડા કાઢેલ ન હતો કે કોઈપણ એસ.એમ.સી ના સભ્યો કે ગ્રામજનો કે સરપંચ કે પંચાયત સભ્યો ને જાણ સુધ્ધાં કરેલ ન હતી અને ફક્ત કાગળ પર જ મિટિંગ. બોલાવી શક્તિપુરા શાળા ના આચાર્ય લતાબેન પટેલ તથા બાકરોલ સી.આર.સી કૉ. ઓ નયનાબેન હીરાભાઈ પટેલ ની સૂચના અનુસાર તેમની હાજરી માં જ આચાર્ય અને તેમની સાઠ-ગાંઠ થી શાળા બંધ કરવાનું પૂર્વ આયોજિત કાવતરું કરી અગાઉથી લખીને તૈયાર રાખેલ ઠરાવો અને કાગળોમાં એસ.એમ.સી.સભ્યો ને કોઈપણ જાતની જાણ કર્યા વગર બોગસ સહીઓ કરેલ/કરાવેલ એવું પ્રકાશ માં આવેલ છે.ઠરાવબુકમાં સહી કરનાર વ્યક્તિઓ પૈકી અમુક સભ્ય તો અભણ હોવા છતાં તેમને હાજર બતાવી તેમના નામની ખોટી સહીઓ કરેલ છે.આ સહી કોણે કરી કરાવી તે તપાસનો વિષય છે.બીજા એક મહિલા સભ્ય નું એસ.એમ.સી.માં નામ બતાવેલ છે એ નામની વ્યક્તિ જ આખા ગામ મળેલ નથી. છતાં એમની સહી કરેલ છે. અભણ સભ્યોની અંગૂઠાની જગ્યાએ સહી કરાવેલ છે. આ અંગે જાણ થતાં ઉપલા અધિકારીઓ શક્તિપુરા ગામે દોડતા થઈ જતા તમામ એસ.એમ.સી.સભ્યો તથા અન્યોના લેખિત નિવેદન લીધેલ છે. આ સમગ્ર પંથકમાં એક જ પ્રશ્ન.પૂછાઈ રહ્યો છે કે વગર વાંક ગુનાએ શિક્ષણથી વંચિત બનેલા આદિવાસી બાળકો ને ન્યાય મળશે કે ખરો ? શક્તિપુરા શાળા ચાલુ થશે કે કેમ ? આ પ્રકરણમાં સંડોવાયેલ કર્મચારીઓ સામે આટલા બધા આધાર પુરાવા હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની એમના પર ખાતકીય કાર્યવાહી ન કરાતા શિક્ષણ તંત્ર ની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.બીટ કેળવણી નિરીક્ષક પણ ખોટે ખોટો લેખિત અભિપ્રાય આપી શાળા બંધ કરાવવા બાબતે પૂરેપૂરો ભાગ ભજવ્યો હોવા છતાં ઉપલા અધિકારીઓ એ મૌન સેવી લેતા શિક્ષક આલમમાં તેમજ તાલુકા ના તમામ ગ્રામજનો માં કુતુહલ પેદા થયેલ છે. મળેલ લોકવાયકા મુજબ જાણવા મળેલ છે કે સી.આર.સી કૉ. ઓ તથા બીટ કેળવણી નિરીક્ષક તથા આચાર્ય,આર્થિક સામાજિક અને રાજકીય રીતે ખૂબ જ સબળ હોય ઉપલી કક્ષાએ અધિકારીઓ સાથે ઓળખાણ અને પહોંચ ધરાવતા હોવાના કારણોસર આજદિન સુધી તેમના પર કોઈ ઉની આંચ આવેલ નથી અને આ સમગ્ર ઘટના ને માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી માંગી આ બનાવ ને ઉજાગર કરનાર ને પોતાના જાન નું જોખમ હોય તથા પોતાની ઉપર કોઈપણ પ્રકારના ખોટા આક્ષેપો કરી કોઈપણ રીતે ફસાવી સામાજિક આર્થિક અને નૈતિક રીતે બદનામ અને બરબાદ કરશે કે કરાવશે એવું લાગી આવતા કાલોલ પોલીસ સ્ટેશન માં જાણવા જોગ ફરિયાદ આપેલ છે જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કાલોલ, પશ્ચિમ બીટ ના બીટ નિરીક્ષક, સીઆરસી કો.ઓર્ડીનેટર બાકરોલ તથા શક્તિપુરાના તત્કાલીન આચાર્ય સામે આ ફરિયાદ આપેલ છે. આ તમામ અધિકારીઓ તમામ રીતે સક્ષમ હોય આ ફરિયાદમાં પણ ભીનું સંકેલાઈ ના જાય તેવી લોકોની લાગણી અને માગણી છે. તથા સમગ્ર ગેરરીતી સામે જંગે ચડેલા વિવિધ કચેરીઓમાં તથા માહિતી અધિકાર અધિનિયમ થી માહિતી માગનાર સામે કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ના થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા રક્ષણ મળે તેવું સમગ્ર ગ્રામજનો ઈચ્છી રહ્યા છે જેથી કાલોલ પોલીસ મથકે લેખીત રજૂઆત કરી સી.આર.સી કૉ. ઓ તથા બીટ કેળવણી નિરીક્ષક તથા આચાર્ય સામે રજુઆત કરી અરજદાર જશુભાઈને કોઈ પ્રકારની ગેરકાયદેસર રીતે ધાક ધમકી આપી, નુકશાન ના પહોંચાડે તેવી રજુઆત કરી છે.






