KALOL(Panchamahal)PANCHMAHAL
જિલ્લા કલેકટર દ્વારા કાલોલ તાલુકાના ખડકી આંગણવાડી કેન્દ્ર અને ગ્રામ પંચાયતની આકસ્મીક મુલાકાત લીધી.

તારીખ ૧૪/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા કલેક્ટર આશિષકુમાર દ્વારા કાલોલ તાલુકાના ખડકી ની આંગણવાડી કેન્દ્ર ૨૨૧ ની મુલાકાત લઈ બાળકોને ગરમ નાસ્તો અને જમવાનુ મેનુ મુજબ સમયસર મળે છે કે કેમ તે અંગે ની ચકાસણી કરી જરૂરી સુચનાઓ આપી તેમજ ખડકી ગ્રામ પંચાયત ની આકસ્મીક મુલાકાત લઈ ગામ નમુના નં ૧૭ અને મિલકત રજીસ્ટર ની ચકાસણી કરી જણાયેલ ક્ષતિઓ અંગે જરૂરી સુચનાઓ આપી તેમજ ગામની સાફ સફાઈ રોડ રસ્તા ની પરિસ્થિતિ નો ચિતાર મેળવ્યો હતો.





