ગણેશ આગમનના બેસ્ટ વિડિઓ મેકર તરીકે શ્રીમંત ગૃપ દ્વારા ક્રિશ પટેલનું સન્માન.

તારીખ ૦૧/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા નગર સ્થિત “શ્રીમંત યુવક મંડળ, પાંજરાપોળ” દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યુવાનોમાં સનાતન સંસ્કૃતિના આધાર સમા ઉત્સવો અને તહેવારોનું સુંદર આયોજન કરી તેનો વ્યાપ વધે, સમગ્ર સમાજ તેના મહત્વથી અવગત થાય તેવા શુભાશયથી પ્રેરાયને આ વર્ષે “શ્રીમંત યુવક મંડળ, પાંજરાપોળ” દ્વારા બેસ્ટ વિડિઓ મેકર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ આગમનનો સુંદર વિડિઓ બનાવનારને નકદ ૧૧૦૦૦/- રૂપિયા, એક ગણેશજીની ફોટો ફ્રેમ તથા સાલ ઓઢાડવામાં આયોજન કરવામાં આવ્યું. જેમાં ઘણાં ઉત્સાહ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ગોધરા નગરની નમો રેસીડેન્સીમાં રહેતા યુવાન ક્રિશ પટેલને સૌથી શ્રેષ્ઠ વિડિઓ મેકર તરીકે સન્માન પ્રાપ્ત થયું હતું. જે અન્વયે શ્રીમંત યુવક મંડળ દ્વારા નક્કી કરેલ પ્રોત્સાહિત પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.





