KALOL(Panchamahal)PANCHMAHAL
LCB પોલીસે વેજલપુરના રહેણાક મકાનમાથી વિદેશી દારૂની ૨૩૩ બોટલ સાથે ૩૩ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબજે કર્યો.
તારીખ ૧૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
એલસીબી પોલીસ સ્ટાફને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે વેજલપુરના રોહિતવાસમાં રહેતા સાહિલ ઊર્ફે સોહેલ સફુરભાઇ મનસુરી તેના પોતાના રહેણાક મકાનમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે સંતાડી રાખેલ છે જે આધારે પોલીસે રેડ કરતા ખુલ્લા ઘરમાં પહેલા અને બીજા રૂમમાંથી વિમલના થેલા મા અને ખાખી પૂઠા મા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની ગણતરી કરતા ૭૫૦ મી.લી ના ૧૦ બોટલ અને ૧૮૦ મી. લી ના પ્લાસ્ટીક અને કાચના ૨૨૩ કુલ મળીને ૨૩૩ બોટલ જેની કિંમત રૂ ૩૩,૫૦૯/ નો મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધીત વિસ્તારમા વિદેશી દારૂનો જથ્થો રાખવા બદલ પ્રોહી એક્ટ મુજબ હાજર મળી ન આવનાર સાહિલ ઊર્ફે સોહેલ સફુરભાઇ મનસુરી સામે ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.





