KALOL(Panchamahal)PANCHMAHAL
ઝાંખરીપુરા ગામ ખાતે કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કરાયું.

તારીખ ૨૯/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામ ખાતે તારીખ ૨૯/૦૮/૨૦૨૫ બપોરે ૧૨ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ બાર એસોસિયેશન ના પ્રમુખ હીરેનભાઇ ગોહિલ,લીગલ એડવોકેટ પુષ્પાબેન પટેલ, બાર એસોસિયેશન ના સેક્રેટરી કાન્તીભાઈ સોલંકી,બાર એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી કલ્પેશભાઈ સોલંકી, એડવોકેટ બાબુભાઈ બામણીયા,એડવોકેટ દેવલ ચૌહાણ અને ઝાંખરીપુરા ગામના સરપંચ પારૂલબેન રાઠોડ સાથે મોટીસંખ્યામાં મહિલા,પુરુષો અને બાળકો ની હાજરી માં કાનુની શીબીર યોજાઈ હતી જેમાં સ્ત્રીઓને લગતા કાયદા,પોક્સો એક્ટ મુજબ ફરિયાદ બાબતે અને કાનુની સેવા સત્તા મંડળની માહિતી વિશે માહિતી આપવામાં આવી હતી જ્યાં મોટીસંખ્યામાં સ્ત્રીઓ-બાળકો અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા.









