કાલોલ મુસ્લીમ ઘાંચી સમાજ દ્વારા આયોજીત મદ્રસા હક્કાનીય્યા નો વાર્ષિક દસ્તારે હિફઝ નો ભવ્ય જલ્સો યોજાયો.

તારીખ ૦૪/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર આવેલી રબ્બાની મસ્જીદ સંચાલિત મદ્રસા એ હક્કાનીય્યા દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ રબ્બાની મસ્જીદ ખાતે વાર્ષિક જશ્ને દસ્તારે હિફજ પદવી સમારોહ સાથે મદ્રસાના બાળકો માટે વાર્ષિક ઈનામી જલસા નું ભવ્યતાથી ભવ્ય આયોજન કાલોલ મુસ્લીમ ઘાંચી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦ થી વધુ બાળકો આ જલસામાં ભાગ લીધો હતોં અને ખુબ સુંદર ધાર્મિક પઠન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યાં સ્ટેટ ઉપર ઉપસ્થિત ખલીફા એ હઝરત મૌલાના કમરૂઝમા ઇલાહબાદી મુફ્તી હઝરત મૌલાના મુફ્તી કાસીમ મલા સાહેબ ના હસ્તે હાફિઝ સફવાન મુશ્તાક ઘોડાવલા,હાફિઝ ઝકવાન રફીક ઉદવાનીયા,હાફિઝ વક્કાસ ઇરફાન રહેમજી,હાફિઝ ઝુબૈર ઇલ્યાસ શેખ,હાફિઝ અરસીલ શબ્બીર મેતર આમ પાંચ હાફીઝો ને સનદ આપવામાં આવી હતી અને જલસામાં ભાગ લઇ ધાર્મિક પઠન કરનાર બાળકોને પ્રોત્સાહિત રોક્કડ ઇનામો અને દુવા થી નવાઝવામાં આવ્યાં હતાં આ પ્રસંગે જલસામાં ઉપસ્થિત ઉલમાએ કીરામ, મસ્જીદો ના ઈમામ સહિત મસ્જીદના ટ્રસ્ટીઓ,ગામના મહાનુભાવોનું સાથે મોટીસંખ્યામાં સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો અને બાળકોના પરિવારજનો હાજર રહ્યા હતા.







