વેજલપુર ગામના મહેન્દ્રભાઇ સોની એ વડાપ્રધાન ને પત્ર લખ્યો. વિશ્વ યુદ્ધ બંધ કરાવી ભારત દેશ માં શાંતિ સાથે પ્રગતિ કરે તેવી અપીલ.

તારીખ ૨૮/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકાના વેજલપુર ગામના વતની મહેન્દ્ર ભાઈ કંચનલાલ સોની એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખ્યો વિશ્વ યુદ્ધ બંધ કરો અને વિશ્વને બચાવો ભારત દેશ માં શાંતિ પ્રગતિ અને પુરા વિશ્વ માં શાંતિ બની રહે તેવી પત્ર માં અપીલ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર માં લખી જણાવ્યું કે ચાલુ તકરારના પ્રકાશમાં અને સમગ્ર વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે વિશ્વના વિવિધ ભાગોમાં,શાંતિ, એકતા અને કરૂણા બની છે પહેલા કરતાં વધુ તાકીદનું. રાષ્ટ્રો દુઃખના સાક્ષી છે,વિસ્થાપન, અને વ્યાપક માનવતાવાદી કટોકટી, અમને યાદ કરાવે છે યુદ્ધ સામાન્ય લોકોને કેટલી ઊંડી અસર કરે છે શાંતિ લોકો માટે તે કેટલું જરૂરી છે સંવાદિતાના સંદેશાઓને પ્રોત્સાહન હેતુ સાથે મહેન્દ્ર ભાઈ કંચનલાલ સોની એ ધાતુ ની પ્લેટ ઉપર એક અનોખી શાંતિ-લક્ષી આર્ટવર્ક બનાવી સમર્પિત કરી હતી સતત અને અવિરત પ્રયત્નો દ્વારા, મહેન્દ્ર ભાઈ સોની એ પરંપરાગત ભારતીય કારીગરીનો ઉપયોગ કરીને તાંબાની પ્લેટોના સંગ્રહને હાથથી કોતર્યો. દરેક પ્લેટ વિવિધ ભાષાઓ અને શૈલીઓમાં શાંતિ સંદેશો નો વહન કરયો છે, જેમાં કેન્દ્રીય થીમ તરીકે “PEACE” શબ્દ છે. દરેક પ્લેટમાં કબૂતરની પ્રતીકાત્મક કોતરણીનો પણ સમાવેશ કર્યો છે, જે આશા અને અહિંસાનું પ્રતિનિધિત્વ કરે છે કોતરવામાં આવેલા કેટલાક સંદેશો નો સમાવેશ થાય છે જેમાં “યુદ્ધ = વિનાશ, શાંતિ = પ્રગતિ. નો સમાવેશ કર્યો છે જેથી કૃપા કરીને યુદ્ધ બંધ કરો અને વિશ્વને બચાવવા ની અપીલ કરવામાં આવી છે “પૃથ્વી પર શાંતિ રહેવા દો અને તેની શરૂઆત મારાથી થવા દો.” તેવું પત્ર માં લખવામાં આવ્યું છે અને “શાંતિ સાથે ગતિ રાખો નહીંતર વિશ્વ ના ટુકડા થઈ જશે. શાંતિની શક્તિ બંદૂકના બેરલમાંથી વહે છે જેથી વિશ્વ શાંતિ બની રહે તેવી અપીલ કરી છે અગાઉ પણ મીડલ ઈસ્ટ ૧૯૯૦ માં સદ્દામ હુસેન યુદ્ધ દરમ્યાન ભારતીય પરંપરાગત હસ્તકલા શૈલીથી સંપૂર્ણ હાથ કારીગરી હસ્તકલા દ્વારા તામ્રપત્ર તૈયાર કરેલ જે તાત્કાલિક પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે અસીમ ખુરાના કલેક્ટર ને રૂબરૂ મુલાકાત લઈને આપેલ.જેમાં યુધ્ધ =તબાહી, શાંતિ =પ્રગતિ માટે યુધ્ધ બંધ કરો અને દુનિયા ને બચાવો તેવી અપીલ કરી હતી અને ફરી એક વખત મીડલ ઈસ્ટ સળગી રહ્યું છે. ત્યારે યુધ્ધ માં શાંતિ સ્થપાય તેવી ભાવના સાથે મહેન્દ્ર કંચનલાલ સૉની, વેજલપુર દ્વારા તૈયાર કરેલ તામ્રપત્રો નો ફોટોગ્રાફ સાથે વિશ્વ માં શાંતિ ની અપીલ કરવામાં આવી છે કારીગરી આર્ટવર્ક લોકોને શાંતિ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રેરણા આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે વિશ્વ સંઘર્ષ અને અસ્થિરતાથી ઝઝૂમી રહ્યું છે મહેન્દ્ર ભાઈ સોની ની આશા છે કે આવા પ્રયાસો સમગ્ર સમુદાયોમાં સંવાદ, સમજણ અને કરૂણાને પ્રોત્સાહિત કરી શકે તેઓના કાર્યના નમૂનાઓ જોડ્યા છે આ શાંતિ પહેલ વ્યાપક પ્રેક્ષકો સુધી કેવી રીતે પહોંચી શકે અને સમાજમાં સકારાત્મક યોગદાન આપી શકે તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને માર્ગદર્શન માટે વિનંતી કરી છે વડાપ્રધાન ને વધુમાં વિનંતી કરવામાં આવી છે કે કૃપા કરીને આને મન કી બાત કાર્યક્રમ માં પ્રકાશિત કરવા જણાવ્યું છે.







