KALOL(Panchamahal)PANCHMAHAL

મલાવ ક્ષત્રિય યુવક મંડળ અને અલાલી આદ્ય શક્તિ યુવક મંડળના માઈ ભક્તો અંબાજી પગપાળા જવા રવાના.

 

તારીખ ૦૮/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના મલાવ ખાતે ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજિત અંબાજી પગપાળા સંઘમાં આજરોજ સવારે દશ કલાકે ૧૦૦ જેટલા માઇ ભક્તો અંબાજી જવા રવાના થયા હતા. ભારે ભક્તિ ભાવપૂર્વક માતાજીના રથ સાથે બોલ મારી અંબે જય જય અંબે ના નારા સાથે સંઘ અંબાજી જવા રવાના થયો હતો જે સળંગ વર્ષ ૨૦૦૫ થી મલાવ ગામમાંથી સંઘ કાઢવામાં આવે છે. ભારે ભક્તિ ભાવપૂર્વક માતાજીનો સંઘ ગામમાંથી અંબાજી જવા માટે રવાના થયો હતો જ્યારે બીજું એક પગપાળા સંઘ કાલોલ તાલુકા ના અલાલી ગામેથી આદ્ય શકિત યુવક મંડળ પગપાળા સંઘ દ્વારા ૧૦૦ જેટલા માઇ ભકતો અંબાજી ખાતે પગપાળા રથ સાથે રવાના થયા હતા.

Back to top button
error: Content is protected !!