HALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે નવર્ણ મંત્ર નો જાપ કરી યજ્ઞમાં આહુતિ આપતા વર્લ્ડ રોકોર્ડ ઈંડિયા દ્વારા મંદિર ટ્રસ્ટ ને સર્ટિફિકેટ એનાયત કરાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૫.૨૦૨૬

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વવારા માતાજીના મંદિર સમીપ બનાવવામાં આવેલ યજ્ઞ શાળામાં મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા નવર્ણ મંત્ર નો જાપ કરી યજ્ઞ માં આહુતિ આપતા વર્લ્ડ રોકોર્ડ ઈંડિયા દ્વારા મંદિર ટ્રસ્ટ ને ગુરુવારના રોજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.પંચમહાલ જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર ગજત જનની માં કાલિકા મંદિર આવેલ છે. આ મંદિર 51 શક્તિપીઠ પૈકી નું એક શક્તિપીઠ છે. અહીં માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે.જેને લઇ રાજ્ય સરકાર દ્વવારા કરોડો રૂપિયા ના ખર્ચે મંદિર અદ્યતન તેમજ મોટી સંખ્યા માં ઉપસ્થિત માઇ ભક્તો ને શાંતિ પૂર્વક દર્શન થાય તે માટે મંદિર પરિષદ ને મોટું બનવામાં આવ્યું છે. હાલ ના મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ પણ મંદિર માં આવતા માઇભક્તો ને સુગમતા મળે તેવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ભક્તો ની માંગણી અને અપેક્ષાઓ ને લઇ માતાજીના મંદિર સમીપ એક યજ્ઞ શાળા બાવનમાં આવી છે જેમાં મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વવારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે 24 કરોડ નવર્ણ મંત્ર નો જાપ ની સાથે યજ્ઞ માં આહુતિ આપવામાં આવે જેને લઇ આ સંકલ્પ પૂર્ણ કરવા 90,904 ઉપરાંત માઇભક્તો એ નવર્ણ મંત્ર નો જાપ ની સાથે યજ્ઞ માં આહુતિ આપવામાં ભાગ લીધો હતો જે 24 કરોડ નવર્ણ મંત્ર નો જાપ 76 દિવસ માં પૂર્ણ થતા વર્લ્ડ રોકોર્ડ થતા આજે વર્લ્ડ રોકોર્ડ ઈંડિયા ના ચીફ એડિટર પાવાગઢ ખાતે ઉપસ્થિત રહી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીગન ને વર્લ્ડ રોકોર્ડ ઈંડિયા દ્વારા મંદિર ટ્રસ્ટ ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ શુભ ઘડીએ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ મંદિર ના કર્મચારીગણ તેમજ માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!