KALOL(Panchamahal)PANCHMAHAL

શિવરાત્રિ નિમિતે વેજલપુર માં એકલિંગજી મહાદેવ ખાતે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ અને ગુપ્તેશ્વર ખાતે મેળો યોજાયો

 

તારીખ ૨૬/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ભગવાન શિવજીની મહાશિવરાત્રી નિમિત્તે વેજલપુર મુકામે એકલિંગજી મહાદેવ માં ઇષ્ટદેવ એવા એકલિંગજી દાદા ના સાનિધ્યમાં હોમાત્મક લઘુ રુદ્રયજ્ઞ યોજાયો હતો આ યજ્ઞ સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો અને આ એકલિંગજી દાદાના મંદિરને સુંદર શણગારવામાં આવ્યું હતું આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા જેમાં હોમાત્મક લઘુ રુદ્રયજ્ઞ અને ત્યારબાદ શિવજીની નગરયાત્રા જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા જયારે વેજલપુર પાસે આવેલ ઘુસર મુકામે વિખ્યાત ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની સવારી અને મેળો યોજાયો હતો સર્વ ભક્તજનો ભગવાન શિવજી ના ગુણગાન ગાતા ગાતા ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!