HALOLPANCHMAHAL

પેટલાદ:શહેઝાદ-એ- અઝીમે મિલ્લતની ઉર્ષ ની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરાઈ, શહેર માં ભવ્ય ઝુલુસ નીકળ્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૫.૨૦૨૬

પેટલાદ શહેર માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તા.૧.૫.૨૦૨૬ શુક્રવાર ના રોજ ઉર્ષ શહેઝાદ એ અઝીમે મિલ્લતની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે કરાઈ હતી જેમાં કાદરી ચિશ્તી રિફાઇ આન બાન શાન થી જુલુસનો પ્રાંરભ થયો હતો.જેમા સૈયદ મોઇનુદ્દીન બાબા સાહેબ ના પુત્ર અને વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા સાહેબ તથા નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા સાહેબ ની આગેવાની માં સૈયદ અઝીમુદ્દીન બાબા સાહેબ જુમ્મા મસ્જિદ વડોદરા વાળા બાપુ સાહેબ ના સપુત્ર સૈયદ ગ્યાસુદ્દીન બાબા સાહેબ ના ૭૪ માં ઉર્સ મુબારક નિમિતે પેટલાદ શહેર ના ઉર્જુન શાહ બાબા ભાગોળ થી સનદલ ના જુલુસ નું પ્રસ્થાન થયું હતું અઝહરી પાર્ક થી નીકળી ને પેટલાદ શહેર ના રાજ માર્ગો ઉપર થઈ ને કલાલ પીપળ ચબુતરિ બજાર ઝંડા બજાર ખલીફા ચોક પઠાણ વાળા ચોક થઈ ને ફતેહઅલી પીર બાબા ની દરગાહ પાછળ સૈયદ ગ્યાસુદ્દીન બાબા સાહેબ ની દરગાહે પહોંચ્યું હતું નાત શરીફ સલાતો સલામ સાથે સન્દલ પેસ કરવામાં આવ્યું હતું તથા રાત્રે ૧૦ વાગે ખારાકુવા ચોક માં રાતિબે રિફાઇનો ઝલસો યોજાયો હતો. જેમાં વડોદરા હાલોલ કાલોલ આસોજ એરાલ ખંભાત તથા પેટલાદ ના અનુયાયો ઉમટ્યા હતા.

Back to top button
error: Content is protected !!