KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરના એકથી સાત વોર્ડના શહેરી સેવા સેતુ 11 માં તબક્કાનો પ્રારંભ કરાયો.પ્રમુખ સહિત હોદેદારો હાજર.

 

તારીખ ૩૧/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર પાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો જેમાં કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ એકથી સાત વોર્ડના શહેરી નાગરિકોને વિવિધ શાસકીય સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ દ્વારા લોકોને સરળતા પૂર્વક વિવિધ યોજનાઓનો લાભ મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર,નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌, નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઇ જોષી સહિત નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ સાથે પુર્વ ઉપપ્રમુખ તુષારભાઇ શાહ તથા નગરપાલિકાના સભ્ય અને કર્મચારીઓ ની હાજરીમા સેવા સેતુ કાર્યક્ર્મ યોજાયો જેમા નગરપાલિકાના એકથી સાત વોર્ડ સમાવેશ કરવામાં આવ્યા હતા જેમા આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડમાં નામ કમી અને ઉમેરો, આધાર કાર્ડ ને લગતી કામગીરી, વિધવા સહાય અને વૃદ્ધ સહાય, જન્મ મરણ, લગ્ન નોધણી જેવા કામો અંગે સ્થળ પર જ ઉકેલ કરવામાં આવ્યો કાર્યક્રમ મા કાલોલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા ઉદબોધન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!