કાલોલમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી બુલેટ સાથે ભયજનક સ્ટંટ કરતા ચાલકોને ઝડપી પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી.

તારીખ ૨૨/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આજ સવારે કાલોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરી રહીં હતી. આ દરમિયાન કેટલાક બુલેટ ચાલકો મોડિફાઈડ સાયલેન્સર લગાવી કાન ફાડનારો અવાજ કરતા અને પુરઝડપે ગાડી ચલાવી જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકતા સ્ટંટ કરતા નજરે પડ્યા હતા જ્યાં પોલીસે તરત જ ઘેરાબંધી કરી 3 બુલેટ ચાલકોને બાઇક સહિત ઝડપી લીધા હતા જ્યાં ઝડપાયેલા તમામને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ મોટર વ્હિકલ એક્ટ હેઠળ દંડ-સાથે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ભરવાડની આ પ્રસંશનીય કામગીરી ના રસ્તે ચાલતા રાહદારીઓએ વખાણ કર્યા હતા અને રાહદારીઓ એ જણાવ્યું કે જાહેર સુરક્ષાને જોખમમાં મૂકનારા તત્ત્વો સામે આગળ પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવે જેથી આવા તત્વોમાં કાયદાનું ભાન થાય.








