DEVBHOOMI DWARKADWARKA

 Devboomi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ટેકાના ભાવે ખરીદી કરાશે

 તા.૩૧ ઓક્ટોબર સુધીમાં  VCE મારફત નોંધણી કરાવવાની રહેશે

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

             ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ ખરીદી માટે ડાંગર (કોમન)નો રૂ. ૨૧૮૩, ડાંગર (ગ્રેડ-એ)નો રૂ. ૨૨૦૩, મકાઈનો રૂ. ૨૦૯૦, બાજરીનો રૂ. ૨૫૦૦, જુવાર (હાઇબ્રીડ)નો રૂ. ૩૧૮૦,  જુવાર (માલદંડી)નો રૂ. ૩૨૨૫ રાગીનો રૂ. ૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામા આવ્યો છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે  તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામાં આવશે.

        નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭/૧૨ ૮/અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS (એસ.એમ.એસ) મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જણસીનો જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી કાઉન્ટર છોડતા પહેલા કાળજી રાખવી. દસ્તાવેજોની ચકાસણી દરમ્યાન જો ખોટા દસ્તાવેજો અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે.  ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે થયેલ ખરીદી સબબ ખેડૂતોને ચૂકવણા PFMS પોર્ટલ મારફત કરવામાં આવશે. જે તેઓની ખરીદી ના ૪૮ કલાકમાં નાણાં  ચૂકવવામાં આવશે.

        નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. રાજ્યમાં ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગી પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા નાયબ જિલ્લા મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. દેવભૂમિ દ્વારકાની  એક યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!