હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે દિવાળી પર્વ નિમિતે રંગોળી સ્પર્ધા,થાળી ડેકોરેશન,દિવા ડેકોરેશન સ્પર્ધા યોજાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૧૦.૨૦૨૫
હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળામાં “દિવાળી પર્વ” નિમિતે રંગોળી સ્પર્ધા,થાળી ડેકોરેશન, દિવા ડેકોરેશન જેવી વિવિધ સ્પર્ધાનું બે ગ્રુપ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધો-૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો સાથે શાળા માં “દિવાળી”ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ના મુખ્ય અતિથિ માં જે.એસ.ડબ્લ્યુ એમ.જી મોટર ઇન્ડિયા હાલોલ ના ડેપ્યુટી જનરલ મેનેજર શાલિનીબેન જોહરી સાથે બરોડા સીટીઝન કાઉન્સલિંગ ના પ્રોજેકટ મેનેજર મિસ્ટર જયેશભાઈ અમરેલીયા તથા વિશેષ અતિથિ માં ફાઉન્ડર ઓફ એસ.ડી એન્જિનિયરિંગ ના વડોદરા થી શશીકાંતભાઈ ધમલ એ પોતાની હાજરી નોંધાવી હતી.જેમાં કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહેમાન દ્વારા દીપ-પ્રાગટ્ય થી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના ધો-૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શાળા ના ડાન્સ શિક્ષક તેમજ કોરિયોગ્રાફર અર્જુનભાઈ દ્વારા “દિવાળી-પર્વ” માં ભગવાન શ્રી રામ ના આયોધ્યા આગમન અંગે નું નાટક રજૂ કરી એક સમૂહ ડાન્સ નું આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડિશનલ રેમ્પ વોલ્ક(ફેશન શો) નું આયોજન કરવામાં આવ્યું હતું અને કે.જી વિભાગ ના નાના-નાનાં ભૂલકાઓ દ્વારા “હેપી-દિવાળી” ડાન્સ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ આમ સમગ્ર કાર્યક્રમ ના અંતે આજ ની દરેક સ્પર્ધમાં નંબર મેળવેલ ૧૩ વિદ્યાર્થીઓ ને ઉપસ્થિત મહેમાન અને આજના આ સ્પર્ધાના નિર્ણાયક નીલમબેન ધમલ મેડમ દ્વારા સર્ટિ-ફિકેટ અર્પણ કરી વિજેતા ૧૩ વિદ્યાર્થીઓ ને ફાઉન્ડર ઓફ એસ.ડી એન્જિનિયરિંગ અને જે.એસ.ડબ્લ્યુ એમ.જી મોટર ઇન્ડિયા હાલોલ દ્વારા ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા અંતે વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ ના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા ઉપસ્થિત મહેમાન નો આભાર માની દિવાળી ની શુભકામનાઓ પાઠવવામા આવી હતી.આમ આજ ના આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા ના સુપરવાઈઝર મિલનકુમાર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.