KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કામધેનુ ગૌશાળા ખાતે રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગરીબ મહિલાઓને જરૂરિયાત કીટનું વિતરણ કરાયું

તારીખ ૧૯ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ કાલોલ શહેર સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે રેડ ક્રોસ સોસાયટી કાલોલ દ્વારા ગરીબ મહિલાઓ માટે જરૂરિયાત કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સ્વછતાં માટે નાહવા માટે ના બે સાબુ,કપડા ધોવા માટે ના બે સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સેનિટરી પેડ,કેલેન્ડર અને માસ્ક ની સાથે નાના બાળકો ને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રેડક્રોસ સોસાયટી કાલોલ ના ચેરમેન સતીષભાઈ પરીખ,વાઇસ ચેરમેન ડૉ યોગેશ પંડ્યા,સેક્રેટરી ડૉ પ્રકાશ ઠક્કર,પૂર્વ નગર પાલિકા પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, કાલોલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેશભાઈ શાહ,કામધેનુ ગૌશાળા ટ્રસ્ટી જયંતિભાઈ પંડયા, જગદીશભાઇ સાથે અન્ય સભ્યઓ હાજર રહી સેવા કાર્યમાં જોડાયા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!