કાલોલ તળાવ બ્યુટીફિકેશનના અને નગરમાં ચાલતા રોડ ના કામ બાબતે ધારાસભ્યે મુલાકાત કરી જરૂરી સુચનાઓ આપી

તારીખ ૦૧/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કરોડો રૂપિયાના ખર્ચે કાલોલ ના તળાવ બ્યુટીફિકેશન ની કામની ગુણવત્તાની પોલ પહેલા જ વરસાદ ધોઈ નાખતા ઇજારેદારના કામ અને મટીરીયલ ની ગુણવત્તા પર સવાલે નિશાન ઉભા થયા હતા.ત્યારે સોમવારના રોજ કાલોલના ધારાસભ્ય અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચૌહાણ,કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા,મહામંત્રી સંજય રાઠોડ, કિરણસિંહ સોલંકી સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. ધારાસભ્ય દ્વારા તળાવ ના બ્યુટીટીફિકેશનના સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી.અને ધોવાઈ ગયેલા રસ્તા અને હલકી ગુણવત્તાના સામાન પરત્વે કાલોલ ના ચીફ ઓફિસર તેમજ બાંધકામ એન્જિનિયરને સ્થળ ઉપર બોલાવી જરૂરી સુચનાઓ આપી હતી આ ઉપરાંત પરંબા સોસાયટી પાસે બની રહેલા સી.સી રોડની પણ રૂબરૂ મુલાકાત લઈ રોડ બનાવનાર કોન્ટ્રાકટર ને બોલાવી ઉચ્ચ ગુણવત્તા વાળું કામ કરવાની સૂચના આપી હતી. અને વિકાસના કામોમાં સરકારી નાણા નો પૂરેપૂરો ઉપયોગ કરવા અને ઉચ્ચ ગુણવત્તા નું કામ કરવાની સૂચના આપી હતી.







