કાલોલ શહેર સહિત તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર.

તારીખ ૨૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ને અનામત ચાલુ રાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા જે પહેલાની અનામત છે એ પ્રમાણે અનામત વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ તેઓ ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો જેમાં વણકર સમાજ વાલ્મિકી સમાજ રોહિત સમાજ અને સમગ્ર દલિતોએ આવેદનપત્ર મહામહિમ સુધી પહોંચે તેવી વિનંતી કરવામાં આવી હતી જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ નું પેટા વર્ગીકરણ અને ક્રિમિલેયર જે દાખલ કરવાનું ચૂકાદો આપ્યો હતો આ બંધારણની વિરુદ્ધ હોય સમગ્ર ભારતમાં આ વર્ગીકરણ નો વિરોધ કરવામાં આવ્યો છે જે સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દલિતોના આગેવાનો કિરણભાઈ કોન્ટ્રાક્ટ, વિજયભાઈ વણકર,સતિષભાઈ વાઘેલા સહિત અન્ય અગ્રણીઓએ આવેદનપત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેવી માંગ કરવામાં આવી છે.







