કાલોલ કેન્દ્ર જીલ્લામાં અવ્વલ.એમજીએસ અને ગર્લ્સ હાઈસ્કૂલે બોર્ડની પરીક્ષામાં ૯૫ ટકા ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરતાં શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી.
તારીખ ૦૮/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
તારીખ ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ ધોરણ દશ એસ.એસ.સી.બોર્ડની પરીક્ષા નું ઓનલાઈન પરિણામ આવ્યા ની સાથે જ વિદ્યાર્થી મા ખુશીની લહેર પ્રસરી ઊઠી છે ત્યારે શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત એમજીએસ અને ગર્લ્સ હાઈસ્કૂલનું આ વર્ષે ૨૦૨૫ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઝળહળતું બન્ને શાળામાં ૯૫ ટકા પરિણામ પ્રાપ્ત કરતાં સમગ્ર શાળા સ્ટાફ સાથે શાળા સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી ઉઠી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ શહેર સ્થિત ધી એમજીએસ અને ગર્લ્સહાઇસ્કુલ ૨૦૨૫ માં એસએસસી બોર્ડમાં બન્ને શાળામાં ધોરણ દસનું ૯૫ ટકા ઝળહળતું પરિણામ આવ્યું હતું જેમાં આ વર્ષે એસએસસી બોર્ડની પરીક્ષામાં શાળાના પાંચ વિધાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું જેમાં શના અંસારી ૯૮.૩૧ ટકા મેળવી શાળામાં પ્રથમ આવી છે જ્યારે પ્રિયંકા ચૌહાણ ૯૭.૭૬ ટકા સાથે બીજુ, રાજ પરમાર ૯૫.૮૪ ટકા સાથે ત્રીજું, વિરેન્દ્ર ઠાકોર ૯૪.૪૦ ટકા સાથે ચોથું અને જય વરીઆ ૯૪.૨૪ ટકા સાથે પાંચમું ક્રમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સીબી ગર્લ્સ હાઇસ્કુલ ના પરમાર દ્રષ્ટિ શાળામાં પ્રથમ તથા બીજા નંબર પર રાઠોડ ધ્રુવી તથા ત્રીજા ક્રમાંકો પર પટેલ હેન્ડવી ચોથા નંબર પર મલાવિયા ઉમ્મેહાની અને પાંચમાં નંબરે પટેલ ખુશી આવ્યા છે.બોર્ડ એક્ઝામ માં સાથે એમજીએસ અને ગર્લ્સ હાઈસ્કૂલ ની ઉચ્ચ સફળતાથી વિધાથીરુઓના પરિજનો સાથે પરિચિતો અભિનંદન ની વર્ષા કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છેકે આ વખતે પંચમહાલ જિલ્લાના તમામ સેન્ટરમાં કાલોલ સેન્ટર પ્રથમ ક્રમાંકે આવતા શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા ધી એમજીએસ અને ગર્લ્સ હાઈસ્કૂલ શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.