કાલોલ કોંગ્રેસ હાઉસ ખાતે કૌશલ્ય શિબિરની ટ્રેનિંગ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ટ્રેનરો ની ઉપસ્થિતિમાં યોજાઇ.

તારીખ ૨૪/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા ના કાલોલ નગરપાલિકા વિસ્તારની કૌશલ્ય તાલીમ શિબિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,સોનલબેન પટેલ અને ઇન્દ્રનીલ રાજગુરુ ના આદેશ અનુસાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર ના માર્ગદર્શનમાં કાલોલ મુકામે કૌશલ્ય શિબિર ની ટ્રેનિંગ રાખવામાં આવેલ આ ટ્રેનિંગ શિબિરમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ચેતનસિંહ પરમાર,કાલોલ નગરપાલિકા નિરીક્ષક અજીત સિંહ ભટ્ટી સાહેબ,નિરીક્ષક સુરેશભાઈ પટેલ,કૌશલ્ય તાલીમ શિબિરના ઇન્ચાર્જ કપીલભાઈ જોષી,કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર, રફિકભાઈ તિજોરી વાળા,સાજીદ વલી, ઉમેશભાઈ શાહ,પ્રદીપસિંહ પરમાર,નરવતસિંહ પરમાર, કિરણભાઈ પરમાર,વકીલ વિપુલભાઈ રાઠોડ,વકીલ સુરેશભાઇ મકવાણા,ગનીભાઈ મન્સૂરી,સૈયદ સખાવતભાઈ, ગજેન્દ્રસિંહ ઠાકોર તેમજ કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના તથા કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠનના હોદ્દેદારો વોર્ડ પ્રમુખ તથા કાલોલ શહેર અને તાલુકા ના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આગામી સમયમાં યોજાનારી કાલોલ નગરપાલિકા ની ચટણીલક્ષી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું.






