ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ગ્રામ્ય વિસ્તારોમાં પદયાત્રા યોજી ખેતી વિષયક બાબતો થી ખેડૂતો ને માહિતગાર કર્યા
તારીખ ૨૩/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પ્રાપ્ત વિગતો અનુસાર ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ મહાત્મા ગાંધી સ્થાપિત ૧૯૨૦ થી સંચાલિત વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચલાવતી જાણીતી યુનિવર્સિટી (મહાવિદ્યાલય) ના અંગેજી વિભાગ ના આ.પ્રોફેસર તેહેઝીબ નુડ, વિદ્યાર્થીઓ ને લઈ ઘુ આવ્યા હતા જેમાં રેનીશ વાધેલા, હર્શિદ પટેલીયા, વ્રજ પટેલ, નીતિક્ષા પવાર, કેતન વસાવા, સીયા પટેલ, હરેશ જાદવ,માહી શર્મા સહિત કાલોલ તાલુકાના ગામડાઓમાં પદયાત્રા માં ૨૧ ઓકટોબર થી ૨૯ ઓકટોબર- ૨૦૨૪ સુધી વિવિધ ગામોમાં આ વિદ્યાર્થીઓ માહિતી આપતા આપતા પીંગળી ગામે પહોંચ્યા હતાં જ્યા કવિ વિજય વણકર ની ઘડતર સંસ્થા ના વિદ્યાર્થીઓ અને અધ્યાપક મેડમ ને મળતા વિવિઘ ચર્ચાઓ કરી હતી અને ખેતી વિષયક બાબતો થી ખેડૂતો ને માહિતી સભર કર્યાં હતાં જ્યા વિજય વણકર દ્વારા વિધાપીઠ ની જુની યાદો તાજી કરી તેઓની ટીમ નું સ્વાગત અને બહુમાન કર્યું હતું આ તબ્બકે ગાંધી ગ્રામ જીવન પદયાત્રા ૨૦૨૪ ના પ્રાકૃતિક ખેતી અંગે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, અને સંપદા સંરક્ષણ નું મહાઅભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોએ આ પદયાત્રા સફળ નીવડે અને સૌ ખેડુતો પ્રકૃતિ તરફ પાછા વળો એ અનુસાર પ્રાકૃતિક ખેતી માટે વધુ પ્રેરણા મેળવે એજ મુખ્ય ઉદ્દેશ અને આશય છે તમામ ટીમ હાલ મલાવ કૃપાલુ આશ્રમ ખાતે આશરો મેળવી રોજ સવારે ૨૯ તારીખ સુધી જુદા જુદા ગ્રામ્ય પરિવેશ માં પદયાત્રા યોજશે.