MORWA HADAFPANCHMAHAL

ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો “સશકત અને સુપોષિત કિશોરી મેળો” યોજાયો

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી મોરવા હડફ

“કિશોરીઓને સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓ,શિક્ષણ અને કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન અપાયું, શાળાપ્રવેશ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર આપીને કરાયા સન્માનિત”

 

 

 

પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ શાખાના સંયુક્ત ઉપક્રમે “બેટી બચાવો બેટી પઢાવો” તેમજ પૂર્ણા યોજના હેઠળ મોરવા(હ) ગ્રામ પંચાયત ખાતે તાલુકા કક્ષાનો “સશકત અને સુપોષિત કિશોરી મેળા”નું આયોજન ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત કિશોરીઓને અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને પૂર્ણા શિલ્ડ, પૂર્ણા કપ તથા આઈ.ટી.આઈ અને શાળા પ્રવેશ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કિશોરીઓને મહિલાલક્ષી કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી અપાઈ હતી. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ધર્મિષ્ઠાબેન માલીવાડ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન વિક્રમભાઈ ડિંડોર,જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી, મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ,મામલતદાર સહિત સબંધીત વિભાગના વડાઓ અને મોટી સંખ્યામા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

****

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!