KALOL(Panchamahal)PANCHMAHAL
ગોધરા મહિલા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તૃતીય કૌશલ દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૮/૨૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા મહિલા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તૃતીય કૌશલ દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે આશાદીપ ફાઉન્ડેશન ના સ્થાપક જ્યોતિકાબેન બામણીયા તેમજ ગોધરા ભાજપ નગર મહિલા મોરચાના મહામંત્રી ડો. પ્રિયંકાબેન દીક્ષિત,સંસ્થાના આચાર્ય નેહા પટેલ એ હાજરી આપી હતી. મહિલા તાલીમાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ને મેડલ અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં મહત્વના મુદ્દાઓ પર તાલીમાર્થીઓને મહેમાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.