હાલોલ -વાઘોડિયા તાલુકાના યુવાનની લાશ હાલોલ ના કડાચલા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ માંથી મળી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૬.૨૦૨૫
વાઘોડિયા તાલુકાના ગોરજ ગામના શંકર ટેકરી ખાતે રહેતા 28 વર્ષીય યુવાન ની લાશ હાલોલ ના કડાચલા ગામ પાસેથી પસાર થઇ નર્મદાની કેનાલમાં થી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા જિલ્લા ના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ શંકર ટેકરી ખાતે રહેતો હાર્દિક ગણપતભાઈ પરમાર ઉ.વ.28 ના ઓ તા 3જી જૂન નારોજ રાત્રે ઘરે ના હોવાથી તેની તપાસ કરવા તેના ભાઈ જયેશ એ રામેશરા ગામે રહેતા હાર્દિકના મિત્ર અનિલ ને પૂછ્યું હતું કે હાર્દિક ક્યાં છે. ત્યારે જાણવા મળ્યુ હતું કે અમે ચાર મિત્રો વાઘોડિયા જમવાં જઈએ છે. ત્યાર પણ બાદ મોડી રાત સુધી હાર્દિક ઘરે ન આવતા તેના ભાઈ ફરીથી તપાસ કરતા તેના મિત્રએ જણાવ્યું હતું કે અમે રાત્રે જમીની છુટા પડી ગયા હતા. અને અત્યારે હું નોકરી આવ્યો છું. જેથી હાર્દિક ના પરિવારજનો એ હાર્દિક ની શોધખોળ કરતા હતા દરમ્યાન વલવા દેવ નદીના બ્રિજ પાસે હાર્દિક નું એક્ટિવા મળી આવ્યું હતું તેની કેનાલમાં શોધખોળ કરતા હાર્દિક નો કોઈ પતો ન લગતા ફાયર ટીમની મદદ લઇ તપાસ કરતા હાર્દિક ની લાશ હાલોલ તાલુકાના કડાચલા ગામ પાસેથી પસાર થઇ નર્મદા ની કેનાલમાંથી મળી આવતા હાલોલ ગ્રામ્ય પોલીસે બનાવ સંદર્ભે અકસ્માત મોત નો ગુનો નોંધી હાર્દક ના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેના પરિવાર ને સોંપ્યો હતો. હાર્દિકે કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે રહસ્ય હાલ અકબંધ છે જે પોલીસ તપાસ માં બહાર આવે તેમ છે.





