KALOL(Panchamahal)PANCHMAHAL
અમદાવાદ વિમાન દુર્ઘટના ના પીડિતોને દિવ્ય આત્માઓની શાંતિ માટે શ્રી ભગિની સેવા મંડળ શાળાના બાળકોઓએ શ્રદ્ધાંજલિ આપી

તારીખ ૧૫/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને દિવ્ય આત્માઓની શાંતિ માટે કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકોઓએ મૌન પાળી અશુભરી સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.
ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળજું કંપાવી નાખે તેવી અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાથી તમામ દેશના નાગરિકો દુઃખી છે. ત્યારે શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શાળાના બાળકોએ વિમાન દુર્ધટના ના પ્રવાસીઓ તથા ડૉક્ટર અને મેડિકલ ના વિધાર્થીઓ અન્ય મૃત્યુ પામનાર તમામ દિવ્ય આત્માઓને શાંતિ માટે મૌન પાળી પ્રાર્થના કરી દુર્ઘટનાના પીડિતોને હદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.





