HALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળાનું અગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમમાં ધો.૧૦ નું ઝળહળતું પરિણામ,વિધાર્થીઓમાં ખુશીનો માહોલ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૫.૨૦૨૬

હાલોલની કલરવ શાળાનું ધો.૧૦ નું ઝળહળતું પરિણામ છેલ્લા ૨૭ વર્ષથી આવી ૨હયું છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી અને ગૌ૨વ અનુભવાય ૨હયું છે.ચાલુ સાલે હાલોલ કેન્દ્રનું પરિણામ ૭૫.૮૮% આવેલ છે ત્યારે કલરવ શાળાનું અંગ્રેજી માધ્યમનું ૯૫% પરિણામ આવ્યું છે. જેમાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે દીપીકા શર્મા (૯૭.૪૯(PR)(AI ગ્રેડ), દ્વિતિય ક્રમાંકે તનુજા સુથારીયા(૯૪.૧૨(PR)) (A2 ગ્રેડ) અને તૃતીય ક્રમાંકે પ્રિયા પટેલ (૯૨.૫૪(PR)) (A2 ગ્રેડ) આવેલ છે.શાળાનું સમગ્ર પરિણામ જોતાં અંગ્રેજી માધ્યમમાં A1 ગ્રેડમાં ૧, A2 ગ્રેડમાં ૬, B1 ગ્રેડ માં ૧૫, B2 ગ્રેડમાં ૧૦, C1 ગ્રેડમાં ૧૧, C2 ગ્રેડમાં ૭ અને D ગ્રેડમાં ૧ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

જ્યારે કલરવ શાળાનું ગુજરાતી માધ્યમનું ૯૦% પરિણામ આવ્યું છે. જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે અનુક્રમે માહી વ૨ીઆ (૯૯.૬૫ (PR)) (A1 ગ્રેડ), દ્વિતિય ક્રમાંકે ઉન્નતિ પ્રજાપતિ (૯૮.૨૭ (PR))(A1 ગ્રેડ), તૃતીય ક્રમાંકે ધ્રુવ સોલંકી (૯૫.૯૦(PR)) (A1 ગ્રેડ), ચતુર્થ ક્રમાંકે આસ્થા ૫૨મા૨ (૫.૭૪(PR)) (A1 ગ્રેડ) સાથે આવેલ છે.શાળાનું સમગ્ર પરિણામ જોતાં ગુજરાતી માધ્યમમાં A1 ગ્રેડમાં ૪, A2 ગ્રેડમાં ૨૩, B1 ગ્રેડ માં ૨૧, B2 ગ્રેડમાં ૨૧, C1 ગ્રેડમાં ૧૬ અને C2 ગ્રેડમાં ૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જે શાળાના શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન ને આભારી છે. કલરવ શાળા પરિવાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવે છે.

Back to top button
error: Content is protected !!