વાત્સલ્ય સમાચાર
નિલેશ દરજી શહેરા
તા.૨૦/૦૧/૨૦૨૩ ના રોજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ વરિષ્ઠ નાગરિક માટે હેલ્પએજ ઇન્ડિયા અંતર્ગત કાર્યરત હેલ્પલાઇન એલ્ડર લાઈન-૧૪૫૬૭ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ચાલતા સેવાશ્રમ વૃદ્ધાશ્રમ ખાતે કેક કાપીને પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. જેમાં ગોધરા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી સામંતસિંહ પરમાર, એલ્ડર લાઇન પંચમહાલ જિલ્લાના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર શ્રી ભુપેન્દ્રસિંહ મકવાણા, મહીસાગર જિલ્લાના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર શ્રી હિરેન્દ્રભાઈ પરમાર, હેલ્પએજ ઇન્ડિયાના ગોધરા મોબાઈલ હેલ્થ યુનિટની ટીમ અને સેવાશ્રમ વૃદ્ધાશ્રમના ગૃહપતિ શ્રી રાજેશભાઇ મહેરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એલ્ડર લાઈન-૧૪૫૬૭ વિશે અને તેની સેવાઓ વિશે માહિતી આપવામાં આવી. તેમજ મેડીકલ કેમ્પ દ્વારા લાભાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. આધાર કાર્ડ કેમ્પ દ્વારા લાભાર્થીઓના આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમ દરમ્યાન હાજર તમામ વરિષ્ઠ નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળેલ હતી.