ENTERTAINMENT

’72 hoorain’ ફિલ્મ મુદ્દે વિવાદનો વંટોળ : વિવેક અગ્નિહોત્રીએ આપી આવી પ્રતિક્રિયા

‘ધ કેરલા સ્ટોરી’ હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. ફિલ્મની રિલીઝનું પાંચમું સપ્તાહ ચાલી રહ્યું છે. નાના બજેટની આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી છે. ‘ધ કેરળ સ્ટોરી’માં 3 મહિલાઓની સ્ટોરી દેખાડવામાં આવી છે જેઓનું ધર્માન્તરણ કરે છે અને પછી આતંકવાદી સંગઠન ISISની જાળમાં ફસાઈ જાય છે. તેની સ્ટોરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તેને પ્રોપગેન્ડા ફિલ્મ કહેવામાં આવી હતી. વિવાદ હજુ પૂરો થયો ન હતો કે વધુ એક ફિલ્મ ’72 hoorain’ લાઈમલાઈટમાં આવી ગઈ છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રવિવારે રિલીઝ કરવામાં આવ્યો હતો, જેના પર ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પ્રતિક્રિયા આપી છે.

ફર્સ્ટ લુકમાં ઓસામા બિન લાદેન, અજમલ કસાબ, યાકુબ મેમણ, મસૂદ અઝહર અને હાફીઝ સઈદ સહિતના ખતરનાક આતંકવાદીઓની તસવીરો બતાવવામાં આવી છે. બેકગ્રાઉન્ડમાં એવું કહેવામાં આવે છે કે ‘તમે જેહાદનો જે માર્ગ પસંદ કર્યો છે તે સીધો જન્નત તરફ લઈ જશે, કુંવારી અને છુઈ મુઈ સુંદરીઓ તમારી થઈ જશે’. ફિલ્મમેકર અશોક પંડિતે ફર્સ્ટ લૂક સાથે લખ્યું, ‘અમારી ફિલ્મ ’72 hoorain’નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. મને આશા છે કે તમને એ ગમશે.

જો તમે આતંકવાદી આકાઓની ખાતરી મુજબ ’72 hoorain’ મળવાને બદલે ક્રૂર મૃત્યુને ભેટો તો શું થશે?. મારી આગામી ફિલ્મ ’72 hoorain’નો ફર્સ્ટ લુક. આ ફિલ્મ 7 જુલાઈ 2023ના રોજ રિલીઝ થશે.

’72 hoorain’ નો ફર્સ્ટ લૂક આવતા જ તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. ઘણા યુઝર્સે લખ્યું છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ધ કેરળ સ્ટોરી’ પછી આ બીજી ફિલ્મ છે જે પ્રોપેગેન્ડા ફેલાવવાનું કામ કરી રહી છે. તો ઘણા યુઝર્સે લખ્યું કે આ ફિલ્મ માત્ર મુસ્લિમોની ઈમેજ ખરાબ કરવા માટે બનાવવામાં આવી છે. શરૂઆતના રિએક્શન જોયા બાદ આ મામલો વધુ બિચકાયો હોય તેવું લાગી રહ્યું છે.

બીજી તરફ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ અશોક પંડિતના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું, ‘વાહ, અશોક પંડિતને અભિનંદન. તે થિયેટરમાં કમાલ કરશે. બેસ્ટ! હંમેશા.’

ફિલ્મ ’72 હુરેં’માં પવન મલ્હોત્રા અને આમિર બશીર મુખ્ય ભૂમિકામાં છે. તેને સંજય પુરણ સિંહ બનાવી રહ્યા છે. આ ફિલ્મ 7 જુલાઈ 2023ના રોજ રિલીઝ થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!