DASADASURENDRANAGAR

સુરેન્દ્રનગરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતગર્ત દસાડા તાલુકાના ખારાઘોડા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે પાટડી આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠોડનો સરાહનીય પ્રયાસ

તા.04/05/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે પાટડી આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠોડનો સરાહનીય પ્રયાસ
સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મતદાતાઓ ઉત્સાહભેર મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે. સી. સંપટના નેતૃત્વ હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના વિવિઘ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લોકોને રસ પડે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમના માઘ્યમથી અવશ્ય મતદાનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે આવા જ એક પ્રયાસના ભાગરૂપે દસાડા(અ.જા) વિધાનસભા મતદાર વિભાગના મતદારો ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે મદદનીશ ચૂંટણી અધિકારી અને પાટડી આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગત ચૂંટણીઓમાં જે જે ગામમાં મતદાન ટકાવારીનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહ્યું હોય તેવા ગામોમાં વ્યાપક પ્રમાણમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે દસાડા તાલુકાના ખારાઘોડા ગામે હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ (HSL) ના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૦૭.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી ‘ક્રિકેટ ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપનીના કર્મચારીઓ, પ્રાંત કચેરી પાટડી, મામલતદાર કચેરી પાટડી તેમજ પી.એસ.આઈ. પાટડી સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે જિલ્લામાં તા.૦૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ટુર્નામેન્ટના અંતે મદદનીશ ચૂંટણી અધિકારી અને પાટડી આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠોડ (IAS) દ્વારા લોકશાહી દેશોમાં ચૂંટણી અને મતદાનની આવશ્યકતા સમજાવીને, મતદારો મતદાન કરવાથી અળગા ન રહે અને લોકશાહીના પર્વે સપરિવાર અવશ્ય મતદાન કરી મતદાનની નૈતિક ફરજ નિભાવે તે માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ તકે ખારઘોડાના ગ્રામજનો સહિતના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!