GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડૉ.ગિરીશ પંડ્યાએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

તા.04/05/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે પોલિંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં ARO કક્ષાના FC સેન્ટર પરથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યાએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ગિરીશ પંડ્યાએ આ તકે જિલ્લાના તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં આગામી તા.૭ મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ માટે વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ મતદાન પ્રક્રિયામાં તમામ અધિકારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન કર્યું છે જિલ્લાના તમામ બુથો પર કરવામાં આવેલી સુરક્ષા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બુથ પર તમામ મતદારોને સુરક્ષિત માહોલ મળી રહે તે માટે સુરક્ષાની પુરતી તૈયારીઓ કરવામાં આવી છે લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તમામ બુથો પર પુરતા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે આથી તમામ મતદારોને તા.૭ મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક પર જઈ પોતાના કામમાંથી થોડો સમય કાઢી અવશ્ય મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો હતો લોકસભા સામાન્ય ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સક્રિય કામગીરી સાથે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરાયા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!