ગુજરાત રાજ્ય સ્તરીય ફુટબોલ સ્પર્ધામાં બોરુ ગામની રીફાઇ પબ્લિક સ્કૂલ ની ફુટબોલ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી.

તારીખ ૩૦/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા રમત ગમત સંકુલ કનેલાવ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ સ્પર્ધામાં કાલોલ તાલુકાના બોરુ ગામ સ્થિત રીફાઇ પબ્લિક સ્કૂલની ટીમે સેમી ફાઈનલમાં પ્રવેશ કરીને સૌ વે ગૌરવ અનુભવ્યું છે. રીફાઇ પબ્લિક સ્કૂલની ફુટબોલની આ ટીમએ ભાવનગર, વડોદરા જેવા શહેરો સહિત ગ્રામીણ જેવી ટીમોને પરાજય આપીને પ્રથમ વાર પંચમહાલની રીફાઇ પબ્લિક સ્કૂલ સ્ટેટ લેવલ સેમી ફાઇનલ મુકાબલામાં પોહચી હતી ત્યારે રીફાઇ પબ્લિક સ્કૂલની ટીમની આ સિદ્ધિને પગલે શાળામાં ખુશીનું વાતાવરણ છે. શાળાના સંચાલકો,વિદ્યાર્થીઓ,શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ ટીમને અભિનંદન પાઠવ્યા છે જ્યાં પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહિયા અને રમત ગમત અધિકારી મયુરીબેન ગોહિલે પંચમહાલ ની ટીમ સેમી ફાઇનલ મુકાબલામાં પહોંચતા સ્કૂલના કોચિંગ ટીચર્સ કિરણ સોલંકીનો આભાર માન્યો હતો અને તેમણે એમ પણ જણાવ્યું કે, આ ટીમ આવતા વર્ષે વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.






