KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના પીંગળી ગામ નો તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું.

 

તારીખ ૦૩/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના પીંગળી ગામે આવેલ પાવોઇ તળાવ ઓવર ફલો થતા પીંગળી ગામના સરપંચ વિજયભાઈ સોલંકી ને જાણવા મળતા જ તેવો તાત્કાલિક પાવોઇ તળાવ ઉપર પોંહચી ગયા હતા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી.તંત્રને જાણ થતાં જ તાત્કાલિક કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પૂવાર, કાલોલ તાલુકા વિકાસ અધિકારી એસ.જે ચૌહાણ,માર્ગ અને મકાન વિભાગના અધિકારી આશિષ કુમાર યાદવ, સિંચાઈ વિભાગના અધિકારી અને સરપંચ અને ગામના તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ તળાવ ઉપર પોંહચી ગયા હતા જ્યાં પીંગળી પાવોઇ તળાવ ૬૦ ફૂટ જેટલું ઉંડુ તળાવ ઓવર ફ્લોર થતાની સાથે જ તળાવની પાળ પણ તૂટી જવાની શક્યતાઓ છે માત્ર અડધો જ ફુટ પાડ ઉપર પાણી ચઢવાનું બાકી છે જો ચડી જાય તો પીગળી ગામના પાછળના ભાગમાં વસવાટ કરતા ચાર ફળિયામાં પાણી ફરી વળે તેવી શક્યતાઓ છે તેને ધ્યાને લઈ પાવોઇ તળાવ પરની પાળ ધોવાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક તળાવ ની પાળ ને પુરવામાં આવી હતી જેમાં તળાવના પાણી ઓવર ફલો થઈને ખેતરોમાં ઘૂસી જતા પાકને નુકસાન થયું છે.જેને લઇ ખેડૂતો એ પણ નારાજગી વ્યકત કરી હતી જ્યારે તાત્કાલિક સ્થાનિક તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવતા સરપંચ અને ગ્રામજનો દ્વારા રાહતના શ્વાસ લીધા હતા જ્યાં તાત્કાલિક આવી ચોહચેલુ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!