કાલોલ શહેર સ્થિત મોહંમદ્દી મસ્જીદ સંચાલિત મદ્રાસાનો વાર્ષિક દસ્તારે હિફજનો પદવી સમારોહનું ભવ્ય આયોજન કરાયું.

તારીખ ૦૯/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
મુસ્લિમ સમાજના બાળકો દુનિયાના શિક્ષણ અને જનરલ નોલેજની સાથો સાથે બાળપણથી જ ઈસ્લામિક જનરલ નોલેજ થકી પોતાના ધર્મની શ્રેષ્ઠ વાતોથી વાકેફ થાય અને પોતાના ઈસ્લામિક નોલેજ વડે દિન અને દુનિયામાં શિક્ષણનો અને પોતાના સંસ્કારોનો પાયો મજબૂત કરે તેવા આશય સાથે ગતરોજ મોડી રાત્રે કાલોલ મુસ્લિમ ઉલમાએ કીરામ અને મુસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા કાલોલ શહેર મધ્યે આવેલી મોહંમદી મસ્જીદ સંચાલિત મદ્રાસા દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહમદી મસ્જીદમાં વાર્ષિક જસ્ને દસ્તારે હિફજ પદવી સમારોહ સાથે મદ્રેસાના બાળકો માટે વાર્ષિક જલસાનું ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો આ જલ્સામા જોળાયા હતા અને ખુબ સુંદર નાતશરીફ-મનકબત અને દુરુદોસલામ સાથે ધાર્મિક પઠન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યાં રોનકે સ્ટેટ ઉપર બિરાજમાન મુકરિરે શીરી બયાન શૈખુલ હદીષ દારૂલ ઉલમ આણંદના હઝરત મૌલાન ગુલામ રસુલ ધંત્યા સાહેબના હસ્તે કાલોલ શહેરના ચાર હાફીઝો અને છ હાફીઝાઓને જેમાં હાફિઝ મુઆઝ હુસૈન ઘોડાવાલા, હાફિઝ અમ્બાર સિરાજ ગૌરા, હાફિઝ અદનાન હુસૈન રલયા, હાહિઝ ફઝલ રમઝાન મોકરીયા, હાફિઝા મન્તશા ઈરફાન ઘોડાવાલા, હાફિઝા હુમૈરા અ.કાદિર ઘાંચી, હાફિઝા ફરહા ફારૂક મેતર, હાફિઝા હુમૈરા યાસીન નાથા, હાફિઝા સીમા જાવેદ ઘાંચી અને હાફિઝા ઉમ્મેહાની હુસૈન મલાવીયા ને સનદ આપવામાં આવી હતી અને જલસામાં ભાગ લઈ ધાર્મિક પઠન કરનાર બાળકો તેમજ સતત પુરાં વર્ષ દરમિયાન મદ્દશામા હાજર રહેનાર બાળકોને પ્રોત્સાહિત રોક્કડ ઇનામો અને દુવા થી નવાઝવામાં આવ્યાં હતાં આ પ્રસંગે જલસામાં ઉપસ્થિત ઉલમાએ કીરામ, મસ્જીદો ના ઈમામ સહિત મસ્જીદના ટ્રસ્ટીઓ,ગામના મહાનુભાવોનું સાથે મોટીસંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.







