KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા પંચાયત પીંગળી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવારના દરખાસ્તદારે વાંધો રજૂ કરતા મામલો ગુંચવાયો.

 

તારીખ ૧૩/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા પંચાયતની પીંગળી બેઠકના ભાજપના ઉમેદવાર સંતોષકુમાર વેચાતભાઈ નાયકા ને અનુસૂચિત જનજાતિના દાખલો રજૂ કરેલ ના હોય તેમજ ડમી ઉમેદવાર વેચાતભાઈ રણછોડભાઈ નાયક નાઓ એ પોતાના ફોર્મ માં સંતાનો અંગેની સાચી માહિતી છૂપાવી હોવાથી કોંગ્રેસ ના આ બેઠક ના ઉમેદવારે હરસિંહભાઈ ચામડભાઈ રાઠવા ના દરખાસ્તદાર સૂરજસિંહ સોલંકી દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારી અને કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને લેખિતમાં બે વાંધા અરજી રજૂ કરી બંને ફોર્મ મંજૂર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો જેથી ચૂંટણી અધિકારી અને કાલોલ મામલતદારે સાંજે પાંચ વાગ્યા સુધી માં જાતિનો દાખલો રજૂ કરવા સમય આપ્યો છે આમ ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગીમાં ક્યાંક ઉતાવળે કાચું કપાયું હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસ ના મોઢામાં બગાસું ખાતા પતાસું આવ્યું હોય તેમ લાગી રહ્યુ છે. સમગ્ર બનાવો કાલોલ ખાતે ભારે ચર્ચામાં આવ્યો છે ગઈકાલ સાંજથી ભાજપના ઉચ્ચ નેતાઓએ આ મામલે ભીનું સંકેલવા ખૂબ પ્રયત્નો કર્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!