AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

Gujarat : રાજયમાં કમોસમી વરસાદથી હજારો હેક્ટરમાં ઉભા પાકને નુકસાન, જગતના તાત પર આફત

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું, વીજળી પડતાં 14 લોકો સહિત 21 પશુઓના મોત

રાજ્યમાં પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો કહેર બનીને આવ્યો છે.ગુજરાતમાં કાલે પડેલા કમોસમી વરસાદે ભારે નુકસાની વેરી છે. જેમાં ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે એક તરફ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 25 થી 28 નવેમ્બર વચ્ચે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી હતી. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે.

આ તરફ હવામાન વિભાગે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં તો તાપી ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ અપાયું છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતન તેમજ સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા જોવા મળી શકે છે.

આ ઉપરાંત ગઈકાલે સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરથી ગ્રામ્ય વિસ્તારોમાં કોમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત વીરપુર, જેતપુર અને પડધરીના ન્યારા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.

રાજ્યમાં માવઠા દરમિયાન વીજળી પડતાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક, અમરેલીના જાફરાબાદમાં એક કિશોરી, બરવાળામાં 22 વર્ષિય યુવક, ભરૂચના હાંસોટમાં માછીમારી કરવા ગયેલા દાદા અને પૌત્રી, મહેસાણાના કડીમાં એક વ્યક્તિ, વિરમગામમાં એક યુવક, જ્યારે દાહોદમાં પણ એક આધેડ ઝાડ નીચે ઉભા હતાં અને વીજળી ત્રાટકતાં તેમનું મૃત્યુ થયું છે. સાબરકાંઠાના ઈડરમાં ખેતરમાં કામ કરતી મહિલા પર વીજળી પડતાં તેનું મૃત્યુ થયું હતું. સુરતના કાડોદમાં ખેતમજૂર મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે બનાસકાંઠામાં વીજળી પડતાં આઠ વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. ચુડાના ભાણેજડા ગામમાં પણ એક વ્યક્તિનું વીજળી પડતાં મૃત્યુ થયું હોવાની વિગતો મળી છે. મહેસાણાના વિજાપુરમાં દેવડા ગામે રહેતા રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

બીજી તરફ પશુઓના મોતની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચુડાના ભાણેજડામાં વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં ત્રણ ભેંસ અને એક ગાયનું મોત થયું છે. અમદાવાદના દસ્ક્રોઇ તાલુકામાં પણ બે ભેંસના મોત થયા છે. કડીમાં વીજળી પડતાં વાડામાં બાંધેલા 3 પશુના વીજળી પડવાની મોત થયા છે. ખેડાના ઘોઘાવાવ ગામાં વીજળી પડતાં 10 પશુના મોત નીપજ્યાં છે. બનાસકાંઠાના ખારિયામાં વીજળી પડતાં ભેસનું મોત નીપજ્યું છે. મહેસાણા જિલ્લામાં વીજળી પડતાં ઉંટનું મોત થયું છે.

અરવલ્લી જિલ્લામાં મેઘરજના ખાખરિયામાં વીજળી પડતા મકાઇનો ચારો બળીને ખાખ થયો હતો. સુરતના બારડોલી તાલુકાના મઢી ગામમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની. જેના કારણે ખેતરમાં વીજળી પડતા ખેતમજુરો દાઝી ગયા હતા. જેમને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે જ્યાં વીજળી પડી તે વિસ્તારમાં શ્રમિક મહિલાઓ કામ કરી રહી હતી જેમના પર વીજળી પડી હતી. આઠેક મહિલાઓ આ દુર્ઘટનાનો ભોગ બની હતી જે પૈકી એક મહિલાને ગંભીર ઇજજા થઇ છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સવારથી અમદાવાદથઈ ગાંધીનગર સુધીના વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારા છે. રાજ્યના 18  જિલ્લાના  60 તાલુકામાં કમોસમી વરસાદે ચોસામા જેવો માહોલ સર્જોયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!